blog

શું તમે વિદેશમાં ભણવા માંગો છો? તો આ રહ્યા 11 સસ્તા દેશ જ્યાં તમને ઘણું સસ્તું પડી શકે છે

વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સપનું દરેક વિદ્યાર્થીનું હોય છે, જો કે દરેક લોકો આ સપનું પૂરું કરી શકતા નથી. વિશ્વમાં ઘણા એવા દેશો છે, જ્યાં ભણતર મોંઘુ પડી શકે છે. જો કે એવા પણ દેશો છે, જ્યાં ભણતર તમને સસ્તું પડી શકે છે.

આવા દેશોમાં માત્ર અભ્યાસ જ સસ્તો નથી પડતો બલ્કે કેટલીક શરતો સાથે વિદ્યાર્થીઓના રહેવા ખાવાનો ખર્ચ પણ કાઢી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે. આજે અમે તમને એવા 11 દેશો વિશે જાણકારી આપીશું, જ્યાં તમે અભ્યાસ કરવા જઈ શકો છો અને અભ્યાસના ખર્ચનો ભાર પણ તમારા ખિસ્સા પર ઓછો પડશે.

1) નોર્વેઃ 
નોર્વે એવો દેશ છે, જ્યાંની યુનિવર્સિટીમાં કોઈપણ ટ્યૂશન ફી લેવામાં આવતી નથી. તમે નોર્વેની યુનિવર્સિટીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને એડમિશન કન્ફોર્મ થવા પર વિઝા પણ સરળતાથી મળી જાય છે. જો કે નોર્વે લિવિંગ કોસ્ટમાં બાકીના દેશોની તુલનામાં મોંઘું છે. નોર્વેમાં સ્ટુડન્ટ વિઝા પર ભણતા લોકોને નોકરી કરવાની પણ છૂટ છે. જો કે નોકરી અહીં પાર્ટ ટાઈમ જ કરી શકાય છે. ઓસ્લો યુનિવર્સિટી, બર્જેન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અભ્યાસ માટે બેસ્ટ છે.

2) તાઈવાન
સસ્તા અને વર્લ્ડ ક્લાસ અભ્યાસ માટે તાઈવાન એશિયામાં સૌથી સસ્તો દેશ છે. અહીંયા ભણતર ફ્રી નથી, પણ તાઈવાન યુનિવર્સિટીના સૌથી મોંઘા કોર્સની ફી વાર્ષિક 2 લાખ રૂપિયા છે. અહીંયા રહેવાનું પણ તમને સસ્તું પડી શકે છે અને તમારા ખિસ્સા પર વાર્ષિક દોઢ લાખના ખર્ચનો ભાર પડી શકે છે. યુરોપ અમેરિકાની તુલનાએ અહીંયા અભ્યાસમાં અડધા પૈસા પણ વપરાતા નથી. અહીં તાઈવાન યુનિવર્સિટી અને Chiao Tung યુનિવર્સિટી બેસ્ટ છે.

3) જર્મની
જર્મનીની કૉલેજ અને યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓ પાસે ટ્યૂશન ફી લેતી નથી. જો કે વાર્ષિક 3800 રૂપિયા એડમિશન ફી ચૂકવવી પડે છે. ઓનલાઈન એડમિશન મળી ગયા પછી તમને વિઝા પણ સરળતાથી મળી જશે. જર્મનીમાં તમારે અભ્યાસ કરવો હોય તો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ લેવો પડે છે. www.daad.in પર જઈને તમે સ્કૉલરશિપ માટે એપ્લાય કરી શકો છો. જો કે જર્મનીમાં પણ રહેવાનું મોંઘુ પડી શકે છે. તમે જર્મનીમાં રહેવા માગતા હોવ તો તમારે વાર્ષિક 7 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

4) ફ્રાન્સ
ભણતર માટે ફ્રાન્સ સૌથી સસ્તા દેશોમાંનો એક છે. સરકારી યુનિવર્સિટીમાં બેચલર્સ માટે અહીં વધુમાં વધુ 15000 રૂપિયા ફી છે અને માસ્ટર્સ કોર્સ માટે વાર્ષિક 30000 રૂપિયા ફી છે. અહીંયા પણ તમે ભણવાની સાથે સાથે અભ્યાસ કરી શકો છો. પેરિસ સિવાયની સિટીની વાત કરીએ તો ફ્રાન્સ બાકીના દેશોના મુકાબલે સસ્તો છે. અહીંયા રહેવા પાછળ તમારે વાર્ષિક 4 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. Ecole Normale Supérieure અને Pierre et Marie Curie બે ટૉપની યુનિવર્સિટી છે.

5) મેક્સિકો
મેક્સિકો લેટિન અમેરિકાનું સ્ટડી હબ માનવામાં આવી રહ્યું છે. અમેરિકા ખંડના બાકીના દેશોના મુકાબલે મેક્સિકો ઘણું સસ્તુ છે. અહીંયા યુનિવર્સિટીની વાર્ષિક ફી 3 લાખ રૂપિયા છે. જો કે રહેવા માટે મેક્સિકોની આસપાસની સીટી પસંદ કરી શકાય, તો પણ વાર્ષિક 4 લાખ રૂપિયા તમારે ખર્ચ કરવા પડશે. અહીંયા UNAM અને Tec de Monterrey બે ટૉપની યુનિવર્સિટી છે.

6) ફીનલેન્ડ
ફીનલેન્ડની યુનિવર્સિટીમાં પણ ટ્યૂશન ફી લેવાતી નથી. અહીંયા દર અઠવાડિયે 25 કલાક કામ કરવાની પણ આઝાદી છે. જો કે લિવિંગ કોસ્ટ મામલે ફીનલેન્ડ સૌથી મોંઘો દેશ છે, જેથી દર મહિને તમારે રહેવા માટે ઓછામાં ઓછા 70 હજાર રૂપિયા જોઈશે. www.studyinfinland.fi પરથી તમે સ્કૉલરશીપની માહિતી પણ મેળવી શકો છો. Aalto અને Helsinki બે ટૉપની યુનિવર્સિટી છે.

7) આર્જેન્ટિના
સાઉથ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં અભ્યાસ મફત નથી, પણ અમેરિકાના અન્ય દેશોના મુકાબલે અહીં ભણતર સસ્તું છે. અહીંની યુનિવર્સિટીમા ભણવા માટે તમારે વાર્ષિક 3 લાખ રૂપિયાની જરૂર પડી શકે છે. અહીંયા ભણવાની સાથે પાર્ટ ટાઈમ કામ કરવાની મંજૂરી પણ મળે છે. અહીં Buenos Aires અને યુનિવર્સિટી ઑફ આર્જેન્ટિના ભણવા માટે બેસ્ટ છે.

8) પોલેન્ડ
પોલેન્ડમાં પણ યુનિવર્સિટીમાં કોઈ ટ્યૂશન ફી લેવામાં આવતી નથી. જો તમને પૉલિશ ભાષા આવડતી હોય તો યુનિવર્સિટીમાં તમને વધુ સુવિધા આપવામાં આવે છે. જો કે આ દેશ પણ લિવિંગ કોસ્ટમાં મોંઘો છે. અહીંયા પણ પાર્ટ ટાઈમ નોકરી કરવાની મંજૂરી છે. અહીંની Warsaw અને Jagiellonian યુનિવર્સિટી બેસ્ટ છે.

9) મલેશિયા
અભ્યાસ મલેશિયામાં ફ્રી નથી, પણ સસ્તો છે. અહીંયા પબ્લિક યુનિવર્સિટીમાં વધુમાં વધુ ફી 2 લાખ રૂપિયા છે અને લિવિંગ કોસ્ટમાં પણ આ દેશ સસ્તો છે. અહીંયા રહેવા માટે વાર્ષિક તમારે સવા લાખ રૂપિયા ખર્ચવા પડશે. Nottingham Malaysia અને University Sunway બે યુનિવર્સિટી બેસ્ટ છે.

10)સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા પણ અભ્યાસ મામલે સસ્તો દેશ છે. અહીંની યુનવર્સિટીમાં પણ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની ફી છે. જો કે લિવિંગ કોસ્ટમાં થોડો મોંઘો દેશ છે. અહીંયા રહેવા માટે તમારે વાર્ષિક 4 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. અહીંયા સ્કૉલરશીપ પ્રોગ્રામ્સ પણ સારા ચાલે છે, જે અન્ય દેશો માટે ફાયદાકારક છે. Cape Town અને Wits બે ટૉપની યુનિવર્સિટી છે.

11) યુક્રેન
અભ્યાસ માટે યુક્રેન દુનિયામાં સૌથી સસ્તો દેશ છે. અહીંયા ભણતર સસ્તું નથી, પરંતુ સસ્તું છે. યુક્રેનની યુનિવર્સિટીમાં ટ્યૂશન ફી 20 હજાર રૂપિયા આસપાસ છે. લિવિંગ કોસ્ટમાં પણ આ દેશ સસ્તો છે અને જેના માટે તમારે વાર્ષિક 2 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. VNKKN અને Taras Schevchenko અહીંની બે ટૉપની યુનિવર્સિટી છે.

 

વિદેશમાં જવા ઇચ્છુકો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો.

વાત્સલ્ય એજુકેશન કન્સલ્ટન્સી

૫૧૫,૫૧૬, પોદાર આર્કેડ, રેલ્વે સ્ટેશન નજીક, વરાછા રોડ, સુરત.

મો. ૮૯૮૦૮૮૩૩૮૮.

Please follow and like us:
0

Related posts

Leave a Reply